વિવેક અગ્નિહોત્રીને 'ધ કશ્મીર ફાઇલ્સ' માટે અમેરિકાના ઓહાયો સેનેટથી મળ્યું સમ્માનપત્ર

 

મુંબઇ

વિવેક અગ્નિહોત્રીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પરના રેકોર્ડ તોડયા છે. આ ફિલ્મ દેશ-વિદેશમાં પણ લોકપ્રિય બની છે. એટલું જ નહીં હવે આ ફિલ્મને અમેરિકાના ઓહાયો સેનેટ તરફથી સમ્માનપત્ર પણ મળ્યું છે. 

વિવેક અગ્નિહોત્રીએ સોશ્યલ મીડિયા પર તેમને મળેલા સમ્માનપત્રની જાણકારી શેર કરી હતી. જેમાં લખ્યું છે કે, ધ કશ્મીર ફાઇલ્સના રાઇટર અને ડાયરેકટર, બન્ને જ વખાણને લાયક છે. તમારી આ ટેલન્ટે નિસંદેહ લોકોને ખુશી આપી છે. વાસ્તવમાં તમે એક એવી ફિલ્મ બનાવી છે, જે યૂનિવર્સલ અપીલ છે. આ ફિલ્મ મહત્વની ઐતિહાસિક ઘટના પર આધારિત છે. 

વિવેકે આ સમ્માનિત પત્રની તસવીર શેર કરીને લખ્યું છે કે, ધ કશ્મીર ફાઇલ્સની પૂરી ટીમ અને આપણા દર્શકો તરફથી આ સમ્માન માટે સ્ટેટ ઓફઓહાયો સેનેટને ધન્યવાદ આપું છું. દુનિયા કશ્મીરી હિંદુઓના જેનોસાઇડ અને ભારતના માનવતાના મહાન મૂલ્યોને ઓળખી રહી છે. આ સાથે જ વિવેક અગ્નિહોત્રીએ આર્ટિકલ ૩૭૦ દૂર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો.