પાણી નો પુરવઠો પૂરો પાડવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત


વાવ,બનાસકાંઠા.


 બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ ભાભર સૂઇગામ તાલુકામાં ઉનાળાના પ્રારંભમાં રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી પુરવઠો આપવાનું બંધ કરાતા ખેડૂત વર્ગ ના લોકો ની કાપડી હાલત બની જવા પામી છે જો કે ઉનાળાના પ્રારંભમાં પાણી પુરવઠો બંધ કરી દેતા અત્યારે આવી કાળઝાળ ગરમીમાં પશુઓને ઘાસચારો ક્યાંથી લાવવું એ એક મોટો પ્રશ્ન સર્જાયો છે જેને લઇને ખેડૂતોની કફોડી હાલત થઈ જવા પામી છે ત્યારે આ બાબતે વાવ તાલુકાના વાસરડા ગામના મનોજભાઈ પરમાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે સરહદી વિસ્તારના ત્રણ તાલુકાની કાપડી હાલત થઈ જવા પામી છે જેને લઇને તાત્કાલિક ધોરણે અંતરિયાળ વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે જેથી કરીને પશુપાલન ઉપર જે ખેડૂત વર્ગ નભી રહ્યો છે તેમને મુશ્કેલીઓના પડે અને પશુધન પણ બચાવી શકાય નહિતર પાણી વગર પશુધનની ભાવ ખૂબ જ મુશ્કેલ બની જવા પામ્યું છે.