જૂની પેન્શન યોજના લાગુ કરવા કર્મચારીઓની રેલી - સૂત્રોચ્ચાર


 રાજકોટ,

સમગ્ર રાજયમાં ગુજરાત રાજય સંયુક્ત કર્મચારી મોરચાના વડપણ હેઠળ જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દે આજરોજ રાજકોટ સહિતસમગ્ર સૌરાષ્ટ્રમાં સરકાર વિરોધી દેખાવો સુત્રોચ્ચાર અને રેલીના આયોજન કરવામાં આળ્યા હતાં. જેમાં સંખ્યાબંધ કર્મચારીઓ અને શિક્ષકો સામેલ થયા હતાં.

રાજયભરમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે આંદોલન ચાલે છે. પરંતુ આજસુધી આ માંગણી સ્વીકારવામાં નહી આવી હોવાથી આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બંધારણ પેન્શનઅધિકાર દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટમાં હોસ્પિટલ ચોક નજીક ડો. આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી સરકારી કર્મચારીઓ અને શિક્ષકો દ્વારા સરકાર વિરોધી દેખાવો સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.

જામનગરમાં તમામ સરકારી કર્મચારીઓએ હાથમાં પોસ્ટર રાખી વિરોધ પ્રદર્શન કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા ધરણાં યોજયા હતાં. સાવરકુંડલામાં શિક્ષકોએ મૌન રેલી કાઢી નવી પેન્શન યોજના રદ કરવાની માંગણી દોહરાવવામાં આવી હતી. દ્વારકા જિલ્લામાં રેલી બાદ કર્મચારીઓ દ્વારા ધારા સભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.  ગોંડલમાં ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીલડત ઉગ્ર બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. હળવદમાં ટીકર રોડથી સરા ચોકડી સુધી બાઈકરેલી યોજી જૂની પેન્શનયોજના લાગુ કરવાની માંગણી કરવામાં આવી હતી. બાબરામાં કર્મચારીઓ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપી કર્મચારીઓનાં પ્રશ્નો ઉકેલવા જણાવાયું હતું.