ગુજરાતના 954 કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં LRDની પરીક્ષા પૂર્ણ, પેપર સરળ પૂછાતા ઉમેદવારો ખુશ જણાયા, ચોરીની બે ઘટના નોંધાઈ
ગુજરાત
રાજ્યમાં હાલ LRDની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં આજે રાજ્યભરના 7 જિલ્લાઓમાં 954 જેટલા કેન્દ્રો પર શારીરિક કસોટી ઉત્તિર્ણ થયેલા 2.95 લાખ ઉમેદવારોની શાંતિપૂર્ણ માહોલમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. પેપર સરળ પૂછાતા પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોના ચહેરા પર ખુશી જોવા મળી. ઉમેદવારોએ કાયદો અને રેઝનિંગની વધુ તૈયારી કરી હતી, પરંતુ તે અંગેના સવાલ ઓછા હતા, જેની સામે રાજકારણને લગતા સવાલ વધુ હતા. પરીક્ષા દરમિયાન ચોરીની બે ઘટના નોંધાઈ હતી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ પોલીસ અધિકારીઓએ પણ પરીક્ષા કેન્દ્રની કરી મુલાકાત લીધી હતી. સવારથી જ LRDની પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
• બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાઈ
• 10,459 જગ્યા માટે 2.95 લાખ ઉમેદવારો પરીક્ષા આપી
10 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી
જણાવી દઈએ કે, ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.
.jpeg)