- બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ- 3ની રવિવારે પરીક્ષા
- ગેરરીતિ અટકાવવા એપ્લિકેશન બનાવાઈ ,પેપરનું બંડલ ખુલતી વખતની વીડિયોગ્રાફી કરાશે
બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ- 3ની રવિવારે યોજાનાર પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લામાં 70,320 ઉમેદવારો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પરીક્ષા આપવા જશે. પરીક્ષામાં હવે ગેરરીતિ અટકાવવા સિક્યોરિટી એપ્લિકેશન બનાવાઈ છે જેમાં પેપરનું બંડલ ખુલતી વખતની વિડીયોગ્રાફી અને રિયલ ટાઇમ ફોટા અપલોડ કરવામાં આવશે. જિલ્લાનો એક પણ વિદ્યાર્થી સ્થાનિક જગ્યાએ પરીક્ષા નહીં આપી શકે તેમજ 70, 320 ઉમેદવારો સીસીટીવી કેમેરાની સામે રવિવારે પરીક્ષાઓ આપશે.
બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ- 3ની રવિવારે પરીક્ષા લેવાનાર છે 4 ઝોનમાં લેવાનાર આ પરીક્ષામાં પાલનપુરના 2 ઝોન, ડીસા 1 અને થરાદ 1 એમ મળી કુલ 4 ઝોનના 206 કેન્દ્ર, 2344 બ્લોકમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાશે, જેને લઈ 139 સીસીટીવી સંકુલો વાળી ઇમારત અને 13 સીસીટીવી વગરના વર્ગખડમાં પરીક્ષા યોજાશે, જ્યાં સીસીટીવીની વ્યવસ્થા નથી ત્યાં વધુ સુરક્ષા ગાર્ડ અને તકેદારી રાખવામાં આવશે.
સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધીમાં આ પરીક્ષા લેવાનાર છે જ્યાં સૌ પ્રથમ વાર જિલ્લાના ઉમેદવારો અન્ય જિલ્લામાં જ્યારે અરવલ્લી અને સાબરકાંઠાના ઉમેદવારો બનાસકાંઠામાં પરીક્ષા આપશે. પરીક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દરેક બિલ્ડીંગ દીઠ એક તકેદારી અધિકારી નાયબ કો.ઓર્ડીનેટર, કેન્દ્ર નિયામક, સુપરવાઈઝર ફરજમાં મુકાયા છે.
સ્ટ્રોંગમાંથી નીકળેલ પ્રશ્નપત્ર વર્ખખંડ પહોંચે તે રિયલ ફોટો અપલોડ કરવામાં આવશે કોઈ પણ ઉમેદવાર કોલલેટર સિવાય અન્ય કોઈ વસ્તુ લઈ જવામાં આવશે નહીં આ પરીક્ષા સામાન્ય વહીવટ વિભાગના માર્ગદર્શન હેઠળ પરીક્ષા યોજાશે તેવું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
