ક્રાઈમબ્રાન્ચે મંગળવારે રાત્રે સીટીએમ (CTM) ચાર રસ્તા પાસે નાયલોન નેટ પ્લાન્ટ સામે AMCના પાર્કીંગની દીવાલ પાસેથી રેડ કરી ફતેવાડીના ફારૂકલાલાને રૂ. 6 લાખનું મૂલ્ય ધરાવતાં 60 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો હતો. પટવાશેરીના જાવેદશા પાસેથી ફારૂકલાલા ડ્રગ્સનો જથ્થો લાવ્યાની વિગતો પોલીસને મળી હતી. ફારૂક પાસેથી પોલીસને સાપ્તાહિક અખબારનું પ્રેસ આઈકાર્ડ મળી આવતા આરોપી પત્રકારત્વની આડમાં ડ્રગ્સનો વેપલો કરતો હોવાની શંકા છે.
પોલીસે સ્થળ પર એફએસએલ (FSL) અધિકારીને બોલાવી પકડાયેલો પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનો પ્રાથમિક રિપોર્ટ મેળવ્યા બાદ કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી ફારૂક ઉર્ફે લાલા મેમણ પાસેથી 4 મોબાઈલ ફોન, પ્લાસ્ટિકની ઝીપ બેગ 16 નંગ, રોકડ રકમ રૂ. 2100, સફેદ સ્વિફ્ટ કાર, આધાર કાર્ડ, નાનો ડિજિટલ વજન કાંટો, સાપ્તાહિક ન્યૂઝ પેપરનું મેમણ. એમ. ફારૂકના નામનું પ્રેસનું આઈ કાર્ડ કબ્જે કર્યું હતું.
પોલીસે 60.700 ગ્રામ મેફેડ્રોન રૂ. 6,07,000ના મૂલ્યનું, સ્વિફ્ટ કાર રૂ. 5 લાખ મળીને કુલ રૂ. 11,29,600નો મુદ્દામાલ કબ્જે લઇ આરોપી મો. ફારૂક ઉર્ફે લાલા ગુલામ હુસેન મેમણ ઉં. 28 રહે, ઇમરાન પાર્ક, મોમીન પાર્કની ગલી, ફતેવાડીને ડિટેઇન કરી કોવિડ ટેસ્ટ કરાવી ક્વોરન્ટાઈન કર્યો હતો. પોલીસ તપાસમાં આરોપી ફારૂક ડ્રગ્સનો જથ્થો પટવા શેરીના જાવેદશા પાસેથી લાવ્યો હતો.
.jpeg)