વાવ,
વાવ તાલુકાના છેવાડાના ગામડાઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યાઓ ઉભી થઇ હતી. જેને લઇ વારંવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઈ વહિવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સરહદી પંથકમાંથી 32 ગેરકાયદેસર કનેક્શનો પકડી પાડી તે દૂર કરી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. વાવના સરહદી જેવા કે કુંડાળીયા, માવસરી, રાછેણા, લોદ્રાણી, જોરડીયાળી સહિત ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ હતી. જેને લઈ જિલ્લા કલેકટરની સુચનાને લઇ વાવ મામલતદાર કે.એચ.વાઘેલા, નાયબ મામલતદાર ઇશ્વરસિંહ બારડ, પાણી પુરવઠા સ્ટાફ, પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરતા 32 ગેરકાયદેસર કનેક્શનો પકડી પડ્યા હતા. જેમાં 3 કનેક્શનો તો કોમર્શિયલ સિમેન્ટના ખંડા પડતા તેમજ એક ખેતરમાં પિયત કરતા કનેકશન પણ હતા. તમામ આ ગેરકાયદેસર કનેક્શન દૂર કરી આ તમામ સામે કાર્યવાહી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.