થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી બિયરનો જથ્થો ઝડપી પાડ્યો, 16 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે બિયર ટીનની 185 પેટીઓ પોલીસે કુલ 16 લાખથી વધુનો મુદ્દામાલનો કબ્જે કર્યો
થરાદ,
બનાસકાંઠા જિલ્લાના ખોડા પોલીસ ચેકપોસ્ટ ખાતેથી ટ્રક ગાડીમાં ભરેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ તથા બીયર ટીન કુલ 5148 જેની કુલ કિંમત 6 લાખ 03 હજાર 528 રૂપિયા સહિત કુલ રૂા. 16 લાખ 10 હજારથી વધુનો મુદ્દામાલ સાથે એક ઈસમને થરાદ પોલીસે ઝડપી પાડ્યો અને પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ પોલીસ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક (નં.RJ-19-GB-8287)માંથી ગેર કાયદેસર રીતે અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયર ટીનની 185, પેટીઓ જેમાં 5148 કુલ બોટલો જેની કુલ કિંમત 6 લાખ 03 હજાર 528 રૂપિયાનો દારૂ થરાદ પોલીસ ઝડપી પાડ્યો હતો. જેમાં ગાડી સહિતના 16 લાખ 10 હજાર 628 રૂપિયાનો કુલ મુદ્દામાલ કબજે કરી જે ટ્રક ગાડીના ચાલક ખરતારામ જાત.જાટ(ગોદારા) રહે.અમરપુરા ભાટીયાળી નાડી તા.સિણધરી જી.બાડમેર રાજસ્થાન વાળા તથા દારૂ ભરાવનાર સતિષ જાટ ગોદારોકી ઢાણી માધપુરા તા.બાયતુ વાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.