જાનાવાડાથી તીર્થગામ જતી પાઈપલાઈનમાં ભંગાણ કરી પાણી ચોરતા 15 સામે ફરિયાદ

  


વાવ

વાવ તાલુકાનાં અંતરિયાળ ગામડાઓમાં મેઈન પાઈપ લાઈનમાં ભંગાણ કરીને ખેતી તથા કોમર્શિયલ ઉપયોગ કરતા હોવાને કારણે ભરઉનાળે પીવાનાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. જોકે આ અંગે નવગુજરાત સમયમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા જિલ્લા કલેક્ટરની બેઠકમાં ખાસ સૂચના આપવામાં આવી હતી અને આવાં પાણી ચોરો સામે કાયદાકીય પગલાં ભરવા જણાવ્યું હતું. ત્યારે પાણી પુરવઠા, મામલતદાર સહિત રેવન્યુ અને પોલીસ પ્રશાસન સાથે બિનકાયદેસર કનેક્શન લઈને પાણીની ચોરી કરતાં તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવતાં પાણીચોરોમાં ફડફડાટ ફેલાયો છે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા તેઓના હસ્તકનાં જૂથ યોજનાની મરામત અને નિભાવણી કરવાની કામગીરી મે. વિકાસ ઈલેકટ્રીક ડીસાને મળેલ છે. ત્યારે તેઓ વતી પાણી પુરવઠાનાં સ્ટાફ સાથે જાનાવાડા ગામથી તીર્થગામ લાઈન તથા દેવપુરા ગામથી લઇને મોરિખા સુધી જતી પીવાનાં પાણીની પાઈપલાઈન ઉપર તપાસ કરતાં જાનાવાડાથી તીર્થગામ જતી પાઈપલાઈનમાં ગેરકાયદે કનેક્શન કરી પાણીની ચોરી કરતા આવા શખ્સોમાં (૧) રણછોડજી ચેલાજી ઠાકોર (ગામ-દેથળી,તા.વાવ) (૨) તેજરામભાઈ કાળાભાઈ બ્રાહ્મણ (ગામ-દેથળી, તા.વાવ) (૩) રામજીભાઈ હેંગોળભાઈ પટેલ (ગામ-દેથળી તા.વાવ) (૪) મગનજી લગધીરજી ઠાકોર (ગામ-તીર્થગામ તા.વાવ) (૫)જોઈતાજી મોબતાજી ઠાકોર ગામ-તીર્થગામ, તા.વાવ (૬) ઠાકરાભાઈ માદેવભાઈ રબારી ગામ-તીર્થગામ તા.વાવ (૭) સરપંચ તીર્થગામ ગ્રામપંચાયત, તીર્થગામ (૮) ભેમાભાઈ પરાગભાઈ પટેલ (ગામ-દેવપુરા તલ તા,વાવ) (૯) વશરામભાઈ રગનાથભાઈ પટેલ (ગામ-દેવપુરા, તલ તા,વાવ) (૧૦) ગણેશભાઈ રગનાથભાઈ (પટેલ ગામ-દેવપુરા,તલ તા,વાવ) (૧૧) કરશનભાઇ રામશીભાઈ પટેલ (ગામ-દેવપુરા,તલ તા,વાવ) (૧૨) સગરામભાઈ ગણેશભાઈ પટેલ (ગામ-દેવપુરા,તલ તા,વાવ) (૧૩)જોધાભાઈ ચહેરાભાઈ અ.જા (ગામ - મોરિખા, તા, વાવ) (૧૪)ભગવાનભાઈ ધનજી ભાઈ પટેલ (ગામ-મોરિખા,તા.વાવ) (૧૫) હરસેંગભાઈ ઓખાભાઈ પટેલ ગામ-મોરિખા, તા.વાવ જે મેઇનલાઈનમાંથી કનેક્શન લઈને ખેતી અને પીવાનાં પાણીની ચોરી કરતાં માનવ અને ગૌમાતાના દુશ્મનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

આ અંગે કેટલાક વ્યકિતઓ દ્વારા રજૂઆત કરાઇ

નાયબ કલેક્ટર થરાદના અધ્યક્ષસ્થાને યોજાયેલ તાલુકા પાણી સમિતિની તા ૨૮.૦૪.૨૨ની બેઠકમાં થયેલ ચર્ચા મુજબ કેટલાક વ્યકિતઓ દ્વારા રજુઆત કરેલ છે કે પાણી પુરવઠાનો લાઇનસ્ટાફ અંગત હેતુ અર્થે જુથ યોજનાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર જોડાણ કરી આપે છે. તો આવા લાઇન સ્ટાફ ઉપર પોલીસ કેસ કરવા સુચના આપેલ છે. તો સંબંધિતોએ જરૂરી તકેદારી રાખવી તથા આ પ્રકારની ગુનાહિત કામગીરીથી દુર રહેવા જણાવવામાં આવ્યું છે.