થરાદમાં સરકારી પાઇપલાઇનમાં તોડફોડ કરનાર વધુ 13 સામે ફરિયાદ



થરાદ, 

થરાદ પંથકમાં પીવાના પાણીની બુમરાણ વચ્ચે પાણી પુરવઠા અને એજન્સીની ટીમ દ્વારા વધુ 13 ખેડુતોને સરકારી પાણીની પાઇપલાઇનમાં તોડફોડ કરીને પાણીની ચોરી કરતા ઝડપી લીધા હતા. તેમની સામે સુપરવાઇઝર હસમુખભાઈ શામળભાઈ લોહ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. થરાદ પંથકના નાનામેસરા, માંગરોળ, કરબુણ, પીલુડા, જાડરા, વળાદર, ઉંદરાણા ગામના ખેડુતો કેશરગામથી ખોડા, કેશરગામથી વાઘાસણ તથા કેશરગામથી કરબુણ જતી પાણી પુરવઠાની સરકારી પાઇપલાઇનમાં પોતાના અંગત સ્વાર્થ હેતુથી પાઈપલાઈન સાથે ચેડાં કરી તેમાં ગેરકાયદેસર જોડાણ કરી ખેતી કામ તથા કુવા રિચાર્જ માટે પાણી મેળવતા લોકો સરકારી એજન્સીની તપાસ ટીમના હાથે ઝડપાઇ ગયા હતા.