સાબરકાંઠામાં શોભાયાત્રા દરમિયાન હિંસા થતાં છાપરીયા વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ કલમ 13 તારીખ સુધી સમગ્ર વિસ્તારમાં લાગૂ રહેશે. હિંમતનગરના રાધે સ્વીટ, પૂર્ણિમા ડેરી, ભગવતી પેટ્રોલ પંપથી ટાવર ચૌક સુધીના વિસ્તારમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. છાપરીયા વિસ્તારમાં હિંસાને પગલે એસઆરપી બોલાવવામાં આવી છે તો સાથે અરવલ્લી અને મહેસાણાની પોલીસની ટૂકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાથી હાલ સ્થિત પર કાબૂ જોવા મળી રહ્યો છે.
13 તારીખ સુધી સમગ્ર છાપરીયા વિસ્તારમાં કલમ 144 લાગુ
હિંમતનગરના રાધે સ્વીટ, પૂર્ણિમા ડેરી વિસ્તારમાં પ્રતિબંધ
ભગવતી પેટ્રોલ પંપથી ટાવર ચોક સુધી પ્રતિબંધ
હિંમતનગરના પાણપુર પાટિયા પાસે પણ પોલીસની ટીમ તૈનાત
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સ્થિતિની સમીક્ષા કરી રામનવમીની ઉજણી પર ગુજરાતમાં હિંસાનો માહોલ જોવા મળ્યો છે. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા. આગજની અને તોડફોડ સાથે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસની સાથે અનેક લોકો ઘાયલ થયાં હતાં. તો હિંસાને રોકવા માટે આખા જિલ્લાની પોલીસને બંને શહેરોમાં ખડકવાની જરૂર પડી. આ સ્થિતિ વચ્ચે સરકાર સક્રિય થઇ છે.સાબરકાંઠા અને ખંભાતમાં તંગદીલીની સ્થિતિ મામવે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં રાતે 11 વાગ્યે મહત્વની બેઠક યોજાઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ બંને શહેરોમાં થયેલા ઘર્ષણ અંગેની સ્થિતિની સમીક્ષા કરી હતી.
