સરહદ પર શાહ: નડાબેટમાં 125 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પ્રોજેક્ટને અમિત શાહના હસ્તે ખુલ્લો મૂકાયો, વાઘા-અટારી બોર્ડરની માફક સીમા દર્શન કરી શકાશે
બનાસકાંઠા, સુઇગામ
ભારત-પાક. સરહદ (India Pakistan Border) પાસે બનાસકાંઠાના નડાબેટ (Nadabet ) ખાતે બીએસએફનો (BSF) પ્રથમઅત્યાધુનિક પ્રોજેક્ટ ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Home Minister Amit Shah) હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજથી ભારત-પાક સરહદ- નડાબેટ ખાતે પણ વાઘા-અટારી બોર્ડર (wagah attari border) જેવો નજારો જોવા મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે નડાબેટ પહોંચીને નડેશ્વરી માતાના દર્શન કર્યા હતા. તે બાદ 125 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યુ હતુ.
બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે 125 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સીમા દર્શન પ્રોજેક્ટનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. વાઘા-અટારી બોર્ડરની માફક હવે લોકો અહીં સીમા દર્શન કરી શકશે અને સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની કામગીરીથી પણ વાકેફ થઈ શકશે.
40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું
કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સવારે સીમા દર્શન પ્રોજેક્ટના લોકાર્પણ માટે નડાબેટ આવી પહોંચ્યા હતા. અહીં 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવ્યા બાદ અમિત શાહ દ્વારા સીમા દર્શન પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અમિત શાહ અને મુખ્યમંત્રીએ નડેશ્વર માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
રાષ્ટ્રના નાગરિકોને મા ભોમની રક્ષા માટે સતત ખડેપગે રહેનારા બી.એસ.એફ જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થાય તેમજ જવાનોની રહેણી-કરણી, ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિહાળી શકે તેવા હેતુસર સીમાદર્શન કાર્યક્રમનો આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પ્રારંભ કરાયો છે. સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ‘ટી-જંક્શન’, ઝીરો પોઇન્ટ તથા ટી-જંક્શનથી લઇને ઝીરો પોઇન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે.
પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરનો નજારો જોવાનો રોમાંચક અનુભવ પણ કરી શકે તે માટે બીએસએફ દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહનો પણ આરંભ કરાયો છે. જવાનોના શૌર્યથી ભરપૂર દ્રશ્યોને જોઇને પ્રવાસીઓના દિલમાં જવાનો પ્રત્યે અનોખા ગર્વ અને શ્રદ્ધાની લાગણી પેદા થશે, પ્રવાસીઓને નડાબેટમાં ભારતીય સેના અને બીએસએફના હથિયારો જેવા કે, જમીનથી જમીન પર અને જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ્સ, ટી-55 ટેંક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેંક તથા મિગ-27 એરક્રાફ્ટને જોઇ શકે તેવી વ્યવસ્થાનો પણ પ્રારંભ કરાયો છે.નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ દેશમાં બીએસએફનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે, જે બીએસએફના ઉદભવ, વિકાસ અને યુદ્ધોમાં તેની ભૂમિકા તેમજ સિદ્ધિઓ સહિત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોની ગૌરવગાથાઓનું સચિત્ર દર્શન કરાવશે જેનું ઉદઘાટન આજે દેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે.
સીમા દર્શન પ્રોજેક્ટ માટે 125 કરોડનો ખર્ચ કરાયો
સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે. આ ઉપરાંત, રિટેનિંગ વોલ, બીએસએફ બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું છે તેમજ 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે.
વાઘા-અટારી બોર્ડરની માફક અહીં સીમા દર્શન કરી શકશે
ભારત-પાક. સરહદ પર આવેલા નડાબેટમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડના ખર્ચે સીમાદર્શન માટે પર્યટન સુવિધાઓનું નિર્માણ કરાયું છે. જેનું લોકાર્પણ રવિવારે સવારે 9 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. ત્યાર બાદ બપોરે 11-20 કલાકે નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ ખાતે સૈનિક સંમેલનમાં હાજરી આપશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીઓ હાજર રહેશે.
સુઈગામથી નડાબેટ જતાં જ નડેશ્વરી મંદિરે જવા અલાયદો રસ્તો અને દર્શન કરી પરત 500 મીટરના અંતરે આવેલા ટી જંકશન પર પ્રત્યેક વ્યક્તિના રૂ.100 પ્રવેશ ફી લઈ અહીં મુક્ત મને ફરી શકાશે. ત્યાંથી બસમાં ઝીરો લાઈન સુધી લઈ જવાશે. જેમાં તમામ મ્યુઝિયમ અંદરથી જોઈ શકાશે. માત્ર એડવેન્ચર એક્ટિવિટી ચાર્જ અલગથી ચૂકવવો પડશે.
પ્રવાસન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં 10 બસોથી સતત અવરજવર ચાલુ રખાશે. અન્ય વાહનો હવે જીરો લાઈન બોર્ડર સુધી લઈ જવા દેવામાં નહીં આવે. અત્યાર સુધી બધું જ મફત હતું, હવે નાનાં બાળકો માટે 50 રૂપિયા અને મોટા માટે 100 રૂપિયા રખાયા છે. જોકે, નડેશ્વરી મંદિરમાં યાત્રિકોના દર્શન માટે વાહનો લઈ જવા અલગથી રોડ બનાવાયો છે.
વાઘાબોર્ડરની જેમ અહીં પણ જોવા મળશે રિટ્રીટ સેરેમની, એડવેન્ચર પાર્કમાં વ્યક્તિદીઠ રૂ. 300 થી 350 અલગ ખર્ચ થઇ શકે છે
પ્રવાસીએ આ... મજા માણવા ચાર્જ ચુકવવો પડશે
