'બનાસકાંઠામાં 1000 ફૂટ ઉંડાઈ સુધી પાણી નથી' : સાંસદ શ્રીપરબતભાઈ પટેલે લોકસભામાં ઉઠાવ્યો મુદ્દો

 

બનાસકાંઠા માં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ જૉવા મળી રહ્યો છે બનાસકાંઠામાં મુખ્ય ગણાતા ત્રણેય ડેમ ખાલીખમ હોવા ના કારણે ઉનાળા ની શરૂઆતમાં જ લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ત્યારે સમગ્ર મામલો હવે લોકસભામાં ગુંજ્યો છે.

બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં 1 હજાર ફૂટ નીચે પણ પાણી નથી: શ્રી પરબતભાઇ પટેલ, સાંસદ

બનાસકાંઠામાં પાણીની સમસ્યાનો મુદ્દો સાંસદ શ્રીપરબતભાઈ પટેલે લોકસભામાં ઉઠાવ્યો હતો. અને સંસદમાં નિવેદન આપતા કહ્યું હતું કે બનાસકાંઠા સંસદીય ક્ષેત્રમાં એક હજાર ફૂટ ઉંડાઈ સુધી પાણી નથી. જેમાં તેમના તાલુકાનો ઉલ્લેખ પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે ધાનેરા, દાંતીવાડા, લાખણી, ડીસામાં ભૂગર્ભ જળના સ્તર નીચા તે ઉપરાંત થરાદ, અમીરગઢ, દાંતા, પાલનપુર, દિયોદરમાં પણ ભૂગર્ભજળ નીચા ઉતરી ગયા છે. નિયમ 377 હેઠળ સાંસદ શ્રી પરબતભાઇ પટેલે લોકસભામાં આ પોતાના વિસ્તારની સમસ્યાઓ મૂકી હતી. રજૂઆત કરતાં તેમણે અટલ ભૂજળ યોજના દ્વારા બનાસકાંઠાને લાભ આપવા માંગણી કરી હતી.