વધુ એક પેપર લીક? ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થાય તે અગાઉ સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ

 




ગુજરાત

ધોરણ 10નું સોલ્વ પેપર સોશિયલ મીડિયામા પેપર પુરુ થયાના અડધો કલાક પહેલા વાયરલ થયુ હતું. મહત્વનું છે કે આજે ધોરણ 10નું દ્ધિતિય ભાષા હિન્દીનું પેપર હતુ. સામાન્ય રીતે પરીક્ષાનો સમય પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર જવા દેવામાં આવે છે. અસામાન્ય સંજોગોમાં જો વહેલા જવાનું થાય તો પ્રશ્નપત્ર પરીક્ષાર્થી પાસેથી લેવામાં આવે છે. જોકે પરીક્ષાનો સમય પૂર્ણ થયા પહેલા સોલ્વ થયેલુ પેપર સોશિયલ મિડીયામાં વાયરલ થતા આ મામલો જીએસઈબી બોર્ડ સુધી પહોંચ્યો હતો.