લોકોને મદદરૂપ થવા સાંસદનું આહ્વાન:છેવાડાના માનવીના વિકાસ માટે પરબત પટેલની અપીલ, કહ્યું - યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપો


પાલનપુર, 

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય પરબભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ‘‘દિશા’’ની બેઠક યોજાઇ હતી. જેમાં દિશા અંતર્ગત આવરી લેવાયેલી યોજનાઓની વર્ષ 2022-23ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપવા અપીલ , આ બેઠકમાં સંસદ સભ્ય પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડી લોકોને મદદરૂપ બનીએ. કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના સર્વાગી વિકાસ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત અમલીકરણ કચેરીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેનો લાભ વંચિત અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી વિકાસ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરીએ. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું. યોજનાઓની કામગીરીની વિગતવાર સમીક્ષા કરાઇ, બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લો-યમેન્ટ ગેરન્ટી સ્કીમ મનરેગા, દિન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ, સ્વચ્છ ભારત મિશન, શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સર્વ શિક્ષા અભિયાન, નેશનલ રૂરલ ડ્રિન્કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ડીજીટલ ઇન્ડીયા, સોઇલ હેલ્થ કાર્ડ સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેકઠમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. આઇ. શેખે વિકાસકીય વિગતો રજૂ કરી હતી.