બનાસકાંઠાની ખાનગી શાળાઓમાં આરટીઇ એક્ટ હેઠળ બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે

 


બનાસકાંઠા જિલ્લામાં આરટીઇ એક્ટ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્રારા ગરીબ અને વંચિત પરિવારના બાળકોને ખાનગી શાળાઓ માં ધો.૧ માં પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૬૬૭ બેઠક સામે ૪૧૮૬ ઓનલાઇન અરજીઓ નોંધાતા શિક્ષણ વિભાગ દ્રારા અરજદાર વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટની ચકાસણી કરી પ્રથમ રાઉન્ડમાં ૧૫૨૭ વિદ્યાર્થીઓનો ધો.૧માં પ્રવેશ આપવા માટે પસંદગી કરવામાં આવી છે.