બનાસકાંઠામાં શક્કરટેટી અને તડબુચના ભાવોમાં ઘટાડો નોધાયો



બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચીલા ચાલુ ખેતી ને બદલે બાગાયતી અને રોકડીયા પાક તરફ વળી સારું વળતર મેળવી રહ્યા છે પરંતુ કેટલીક વાર આવા રોકડીયા પાકોને ભાવ ન મળતાં ખેડૂતો ને મોટું નુકસાન થતું હોય છે ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ શકકરટેટીનંુ ૩૬૦૭ હેકટરમાં સક્કરટેટી જ્યારે તરબૂચનું ૨૫૨૬ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.