થરાદથી વાઘાસણ જતી એસ.ટી.બસ પીલૂડાથી વળતી થતાં વાલીઓએ કર્યો હોબાળો



થરાદ એસ.ટી. ડેપોમાંથી વાઘાસણ જતી બસ અધવચ્ચેથી પરત ફરતી હોવાથી અનેક વિદ્યાર્થીઓ રઝળી પડતાં વાલીઓને રજૂઆત કરી છેજેના પગલે સોમવારના રોજ સાંજના સમયે આ બસ  પીલૂડાથી પરત ફરતા વાલીઓએ રોકી હોબાળો મચાવી બસ ડ્રાઇવરને ઉધડો લેતા ટોળેટોળા ઉમટ્યા હતા. જોકે આખરે ભારે સમજાવટ બાદ ફરી આવું નહીં થાય તેવી ખાતરી આપતા મામલો થાળે પડ્‌યો હતો. થરાદથી વાઘાસણ જતી બસ વાયા પીલૂડા કરબુણ થઇ વાઘાસણ જતી હતી.જોકે કેટલાંય સમયથી બસ ચાલક તેની મનમાની ચલાવી બસ પીલૂડાથી પરત ફરતી હોવાથી અનેક વિદ્યાર્થીઓ રઝળી પડતાં તેમના વાલીઓને રજૂઆત કરી હતી. જેના પગલે સોમવારે સાંજના સુમારે થરાદથી વાઘાસણ જતી બસ પીલૂડા નજીકથી વળતી થતાં વાલીઓ સહિતે હોબાળો કર્યો હતો અને છેલ્લાં ઘણાં સમયથી વાઘાસણ સુધી બસ ન જતી હોઇ અને અધવચ્ચેથી પરત વળતી થતી હોવાથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ આક્ષેપ સાથે બસ ડ્રાઇવરને ઉધડો લીધો હતો. તેમજ અનેક બસ સ્ટોપ પર બસ ઉભી ન રાખતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. જોકે બસ ચાલકની મનમાની સામે રોષે ભરાયેલા લોકોને આખરે અન્ય નાગરિકોએ શાંત પાડ્‌યા હતા અને હવેથી આવું નહિ કરે ત્યારબાદ ડ્રાઇવરે બસને જવા દીધી હતી.