થરાદ ડેપોના કંડકટરે કરાવ્યા પ્રામાણિકતાના દર્શન


 થરાદ, 

માનવ સેવા એજ મહા સેવાનું સૂત્ર આપણને સાંભળવા મળતું હોઈ કેટલાક સેવાભાવી ઉદાર લોકો માનવતાના દર્શન કરાવી પ્રેરણાદાયી સંદેશો પાઠવી રહ્યાં છે, ત્યારે થરાદ ડેપોમાં ફરજ બજાવતા કંડકટર લાલજીભાઈ પરમાર (બેજ નં-૭૦૯) જેઓ હિંમતનગર- થરાદમાં ફરજ બજાવી રહ્યાં છે. તે દરમિયાન એક મુસાફર પોતાની બેગ ભૂલી જતાં તે બેગમાં ૧૦,૦૦૦ રૂપિયા રોકડા, ચાંદીની વીંટી તેમજ કિંમતી સામાન હતો, જે બેગ કંડકટરને ધ્યાને આવતા તેઓએ પ્રામાણિકતા દર્શાવી મૂળ માલિકને બોલાવી કિંમતી ચીજ વસ્તુઓ ભરેલ બેગ મૂળ માલિકને પરત આપતા કંડકટર લાલજીભાઈ પરમારે પ્રામાણિકતાની સાથે સાથે પ્રેરણાદાયી સંદેશો પાઠવ્યો હતો.