થરાદ ના ડોડગામના ચોરાયા નજીક એક એવી ઘટના બની કે ગામમાં દોડધામ મચી



 થરાદ

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં રોજિંદા આગના બનાવો માં વધારો થઈ રહ્યો છે અને એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે હમણાં લગ્નની સીઝનમાં પણ થરાદ વિસ્તારમાં તો મંડપમાં આગ લાગી હોવાની ઘટના પણ ઘટી ચુકી હતી અને ઉનાળામાં તો અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સર્જાય છે તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી કે થરાદ ના ડોડગામ ના ચોરાયા નજીક આ આગની ઘટના ઘટતાં ગામ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી ગણાતા અને રાજસ્થાન બોર્ડર નજીક આવેલ થરાદ તેમજ વાવ તાલુકામાં આગ લાગવાની ઘટનાઓ ખાસ કરીને ઉનાળામાં વધુ ઘટતી હોય છે ત્યારે વધુ રવિવારે એક ઘટના થરાદના ડોડગામ ના ચોરાયા નજીક ઘટી હતી તેમાં વિદ્યુત ની ડીપી નજીક આગ લાગી હતી જોકે આ આગ સૉર્ટ સર્કિટ થી લાગી હોવાનું પણ જાણવા મળ્યું હતું એ આગની ઘટના ઘટતાં દોડધામ મચી ગઈ હતી બાદમાં થરાદ નગરપાલિકા ની ફાયરટિમ ને જાણ કરવામાં આવતાં ફાયરટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ફાયરટીમ સમયસર પહોંચી જતા આગ વધુ ફાટી નીકળે તે પહેલાં કાબુ મેળવી લીધો હતો. આ ઘટનાથી ગામમાં દોડધામ મચી જવા પામી હતી.