બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (એસપીસીએ) દ્વારા ચકલીઘર તેમજ પાણીના કુંડા વિના મુકયે વિતરણ કાર્યક્રમ યોજાયો

 


બનાસકાંઠા.

બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (એસપીસીએ) દ્વારા ચકલીઘર તેમજ પાણીના કુંડા વિના મુકયે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. થરાદ પ્રાંત કચેરી ખાતે એસપીસીએ ડિરેકટરના  અધ્યક્ષ સ્થાને નાયબ કલેકટરની ઉપસ્થિતમાં યોજાયો હતો કાર્યક્રમ. કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પીઆઇ, મહિલા હેલ્પ કાઉન્સલર,લાયન્સ કલબ, સરકારી હોસ્પિટલ સ્ટાફ સહિત સામાજિક સેવા સંસ્થાઓના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એસપીસીએ દ્વારા વર્ષ 2010 થી સતત ઉનાળાની કાળઝાળ ગરમીની ઋતુમાં પક્ષીઓને બચાવવા સહિત અબોલ પશુઓની સેવામાં કાર્યરત તરીકે કામ કરી રહી છે. મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ  તહેવારમાં પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે સારવાર કેમ્પ બનાવવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા સમગ્ર જિલ્લામાં પશુ પક્ષીઓ માટે કાર્યક્રમ યોજી અત્યાચાર માંથી બચાવવાના પ્રયત્નો કરવામાં આવે છે....