વાવના ઢીમા ગામની સ્કૂલમાં વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરવાની ઘટનાને પગલે ABVP દ્વારા લેખિત રજૂઆત કરાઈ




વાવના ઢીમા ગામની  સ્કૂલમાં વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે  જીવલેણ હુમલો કરવાની ઘટનાને પગલે  ABVP દ્વારા લેખિત  રજૂઆત કરાઈ. શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ કેમ સુરક્ષિત નથી તેવા ઉઠી રહ્યા છે વાલીઓમાં સવાલો. થોડા દિવસો અગાઉ ચાલુ અભ્યાસ ક્રમે  વર્ગ ખંડમાં વિદ્યાર્થી ઉપર બહારના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો. કોઈ અદાવતનો બદલો લેવા હાથમાં લોખંડનો સળિયો લઈને ઘુસી આવ્યો હતો વર્ગખંડમાં ઇસમ. વર્ગખંડમાં  વિદ્યાર્થીઓ ની વચ્ચે બેનચીસ ઉપર બેસી રહેલા વિદ્યાર્થી ઉપર હુમલો કરી  સળિયા વડે ઉપરા ઉપરી મારવામાં આવી રહ્યો હતો માર. વિધાર્થી ઉપર અચાનક ઉમલો કરવામાં આવતાં અન્ય વિદ્યાર્થીઓમાં મચી જવા પામી હતી નાશ ભાગ. હુમલો કરી માર મારવામાં આવતાં વિદ્યાર્થીને થઈ હતી ઇજાઓ. તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં  કેદ થયાં હતાં જેના આધારે પોલીસ મથકે કરાઈ હતી જાણ.   હુમલાખોરને   પોલીસનો જરા પણ ડર ન હોય તેમ  બેફામ બની સ્કૂલમાં ઘૂસ્યો હતો. વિધાર્થી ઉપર હુમલાની ઘટના બનતાં એબીવીપી થરાદ શાખા દ્વારા પ્રાંત કચેરી ખાતે લેખિત રજુઆત કરી હુમલાખોર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

હુમલાખોરને જાણે કે કાયદાનો જરા પણ ડર ન હોય તેમ વાવ તાલુકાના ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં પરીક્ષા દરમિયાન યોગેશભાઈ અમીરામભાઈ ઢેમેચા નામના વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરાયો હતો. જેના પડઘા સમગ્ર પંથકમાં પડતાં એબીવીપી થરાદ શાખાએ બાંયો ચડાવી હતી. અને શુક્રવારે હુમલાખોર સામે કાર્યવાહી કરવા થરાદ પ્રાંત કચેરી તથા એએસપી પુજા યાદવને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.